બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૫/૦૧/૨૦૨૪
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ‘SETU’ અંતર્ગત ૧ દિવસીય કૉલેજ લેવલનો સેમિનાર યોજાયો. આ કાર્યક્રમનું આયોજન IQAC કૉ ઓર્ડીનેટર ડૉ.એન.એમ.રાઠવા અને SETU કો ઓર્ડીનેટર ડૉ.એમ.પી.શાહ તથા સંસ્થાના અધ્યાપકમિત્રોએ કર્યું હતું.
સ્ત્રી સમાનતા: સામાજિક ધોરણો અને કાયદાકીય અધિકારો બાબતે યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના આચાર્ય ડૉ.અનીલાબેન પટેલ અને તજજ્ઞ વક્તા તરીકે લાયન મોના દેસાઈ (પ્રથમ વાઇસ ડીસ્ટ્રિક્ટ ગવર્નર અને સામાજિક કાર્યકર્તા) અને એડવોકેટ બીના ભગત (સુરત જિલ્લા અદાલતના મધ્યસ્થી અને ઇન્ટરનેશનલ વુમન પ્રોટેક્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ આચાર્યએ આ સેમિનારનો હેતુ સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા ત્યાર બાદ મોના દેસાઈએ સ્ત્રીઓના સામાજિક સ્થાન વિશે અને બીના દેસાઈએ સ્ત્રીઓના કાયદાકીય અધિકારો વિશે ઉમદા વ્યાખ્યાન આપ્યું હતું. કોલેજના લગભગ ૨૦૦ જેવા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને કીટના ભાગરૂપે પાણીની બોટલ નું વિતરણ કરાયું હતું, અંતે ભોજન લઈને છુટા પડ્યા.