વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૯ ઓગસ્ટ : કચ્છમાં ભારે થી અતિભારે વરસાદની પરિસ્થિતીમાં તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે અબડાસા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અબડાસા તથા લખપત વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા તથા જોખમી નદી, ડેમ, નાળા, તળાવ સહિતના પાણીના સ્થળે ન જવા ખાસ અપીલ કરાઇ હતી. માલધારીઓને પશુઓ સાથે ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર થવા તથા ખેડૂતો, પ્રવાસી કે અન્ય વાહનચાલકોને ભયજનક રસ્તા,પુલ વગેરેમાં ન ઉતરવા ખાસ અનુરોધ કરાયો હતો.