VADODARAVADODARA CITY / TALUKO

મિશન ઓફ ફાઉન્ડેશન દ્વારા નારી રક્ષા એક પહેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરામાં ‘નારી રક્ષા એક પહેલ’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સશક્તિકરણ માટે વિશિષ્ટ પહેલ નું આયોજન મિશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા અખિલ ગુજરાત રાજપૂત યુવા અને મહિલા સંઘ તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિએશન મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અપોલો ફાઉન્ડેશન દ્વારા CPR ની તાલીમ થતા મેડિકલ કેમ્પ ની આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વડોદરામાં કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ‘નારી રક્ષા એક પહેલનો’ નો મુખ્ય હેતુ છે – મહિલાઓને સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાબલંબનમાં સંપૂર્ણ રીતે સશક્ત બનાવી.

કાર્યક્રમના મુખ્ય નીચેના મુદ્દાઓ ઘ્યાનમાં લેવામાં આવ્યા હતા:

નારી સુરક્ષા જાગૃતિ અભિયાન: મહિલા સુરક્ષા અને કાયદાકીય અધિકાર અંગે માહિતી આપવામાં આવી.

આરોગ્ય જાગૃતિ અને સારવાર: સ્ત્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા, સ્તન કેન્સર જાગૃતિ અને પોષણના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી. સ્થળ પર તબીબી ચકાસણી અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.

કૌશલ્ય વિકાસ અને રોજગાર તાલીમ: મહિલા ઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ, હેન્ડીક્રાફ્ટ, કમ્પ્યુટર શિક્ષણ અને ઘરેથી નાના ઉદ્યોગ શરૂ કરવાની તાલીમ આપવામાં આવી.

નાણાકીય જાગૃતિ અને સહાય યોજના: મહિલાઓને સરકારી સહાય યોજનાઓ જેવી કે મહિલા મુંદ્રા લોન, જનધન ખાતું, અને મહિલા કલ્યાણ યોજના અંગે માહિતગાર કરવામાં આવી અને ફોર્મ ભરાવવાની મદદ પણ આપવામાં આવી.

પ્રેરણાદાયી પ્રવચન પૃથ્વીબા પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું તથા અતિથિ વિશેષ દશરથબા પરમાર, કુંદનબા જાડેજા તથા પુનિતાબા ચુડાસમા હાજર રહ્યા હતા.

‘નારી રક્ષા એક પહેલ’ નો મુખ્ય હેતુ સશક્ત નારી, થતા સમૃદ્ધ સમાજ ને આગળ ધપાવવાનો પ્રયાસ છે. મિશન ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિકની ચુડાસમા તથા ઉપ-પ્રમુખ યશવંત પંડ્યા અને વ્યુહાત્મક સલાહકાર ગિરિમલ ચાવડા દ્વારા અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!