તા.22/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માંથી સગીરાને ભગાડી જનારો શખ્સ મોરબીથી ઝડપાયો હતો સાથે સગીરા પર મળી આવી હતી થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ બી વલવીને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, ફરીયાદીની ઉ.17 વર્ષ 2 માસની સગીર વયની દીકરીને આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા ભગાડી લઈ ગયો હતો જે મોરબીની આજુ બાજુ રોકાયેલો હોવાની બાતમી મળી હતી જેથી ટેકનીકલ સોર્સના આધારે ભોગ બનનારી સગીરા તથા આરોપીની તપાસ કરતા મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે વાડી વિસ્તારમાંથી ભોગ બનનારી સગીરા તથા આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા વાળો મળી આવ્યો હતો જેથી ભોગ બનનારી સગીરા તથા આરોપીને હસ્તગત કરી અનડીટેકટ અપહરણનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા ભોગ બનનારી સગીર વયની બાળાને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!