LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લામાં તા. ૧૩/૦૩/૨૦૨૩ થી ૧૭/૦૩/૨૦૨૩ વરસાદ ની આગાહી થયેલ છે

વાત્સલ્ય સમાચાર આસીફ  લુણાવાડા

હાલમાં કમોસમી વરસાદને ધ્યાને લઈ ખેડૂત મિત્રજોગ સંદેશ

મહિસાગર જિલ્લામાં તા. ૧૩/૦૩/૨૦૨૩ થી ૧૭/૦૩/૨૦૨૩ વરસાદ ની આગાહી થયેલ છે

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૧૩/૦૩/૨૦૨૩ થી ૧૭/૦૩/૨૦૨૩ ના રોજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ ની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જણાવવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ,ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા અને એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી, પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!