MORBI:મોરબી ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના સત્વરે ઉકેલની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું
MORBI:મોરબી ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના સત્વરે ઉકેલની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું
ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના સત્વરે ઉકેલની માંગ સાથે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસીએશન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે
આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓની રજૂઆત એસોસીએશને સરકારને યથાયોગ્ય સ્થાને વ્યાજબી અને ન્યાયી રીતે કરેલ છે ઘણા વર્ષોથી ની સર્વિસ તબીબોના પ્રશ્ન અને માંગણીઓની રજુઆત સરકારને કરી છે જે અંગે બેઠકો મળી હતી પરંતુ પ્રશ્નો ઉકેલાયા નથી જેથી તા. ૧૨ માર્ચના રોજ એસોસીએશન અને ગુજરાત મેડીકલ સર્વિસ વર્ગ ૨ દ્વારા તમામ જીલ્લાના કારોબારી સભ્યોની વર્ચુઅલ મીટીંગ યોજાઈ હતી જેમાં ૦૭ એપ્રિલના રોજ રાજ્યવ્યાપી માસ સીએલ મૂકી વિરોધ દર્શાવવાનું નક્કી કર્યું છે
ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ નીચે મુજબ છે લાંબા સમયથી વિલંબમાં પડેલા તબીબોના સેવા સળંગ અંગેના હુકમ તાત્કાલિક બહાર પાડવામાં આવે લાંબા સમયથી મેડીકલ ઓફિસરના પેન્ડીંગ સિનીયોરીટી લીસ્ટ તાત્કાલિક બહાર પાડવામાં આવે
ટીકુ સમયસર મળવામાં રહેલ અનિયમિતતા બાબત (વર્ષ ૨૦૧૬-૧૭ ના CR ઓનલાઈન ના હોવાથી ઓફ લાઈન સ્વીકારી ટીકુનો લાભ સમયસર આપવો/ઓફ લાઈન CR સ્વીકારી ટીકુનો લાભ મંજુર કરવા સરકાર દ્વારા કોમન પરિપત્ર કરવો)
કોવિડના સમય દરમિયાન પોતાના જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરને ૧૩૦ દિવસનો પગાર આપવો
ડેન્ટલ કોલેજ ખાતે ફરજ બજાવતા ડેન્ટલ સર્જન વર્ગ
૨ ને મળતા ટીકુના લાભની જેમ જ પેરીફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ ૨ ને ટીકુનો લાભ આપવો
જુનીયર રેસીડેન્ટ ડોક્ટર/ ટ્યુટર સ્ટાઇપેંડ અને બોન્ડેડ/ કોન્ટ્રાકયુઅલ ડોક્ટરના પગારમાં વિસંગતતા દુર કરવી રીટાયર્ડ થતા ડોકટરો પાસેથી વર્ષ ૨૦૦૬-૨૦૦૯ ના સમયગાળા દરમિયાન NPA ની વસુલાત કરવામાં આવે છે તે ડોક્ટર એસો તરફથી કરેલ કોર્ટ કેસમાં ડોક્ટરના તરફેણમાં જજમેન્ટ આવેલ હોય તેઓની વસુલાત નહિ કરવાનો હુકમ વિભાગ તરફથી કરવામાં આવેલ નથી જે સત્વરે કરવો