DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ના સર્જન વસાવા ને “સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026” થી સન્માનિત કરાયા;

ડેડીયાપાડા ના સર્જન વસાવા ને “સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026” થી સન્માનિત કરાયા;

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 10/03/2026 – આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડૉ.બી.આર.આંબેડકર હોલ, કલેકટર કચેરી, ભરૂચ ખાતે તા.9 માર્ચ, 2026 ને સોમવારના રોજ “સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026” નો કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો. જેમાં ભારત ભરના તમામ રાજ્યો માંથી સમાજસેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ જવાનો તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

 

જેમાં સર્જન વસાવા એ પત્રકારત્વ ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ ને માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યકિત નો અવાજ મીડિયાના માધ્યમ થી તેમજ માનવ અધિકાર દ્વારા તંત્ર, સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા સેવાભાવી સામજિક સંસ્થા આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ એક બખૂબી પણે સામાજિક કાર્ય કરી રહ્યા છે. ત્યારે “નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ એવા સર્જન વસાવા એ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોક્શાહી નો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગત માં પત્રકારત્વનું બિરુદ આપી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા આયોજિત “સેવા સમ્માન INSPIRE BHARAT AWARD-2026” ડૉ.દીપક મિત્તલ, ચેરમેન ઉડાન એક પહેલ ફાઉન્ડેશન,નવી દિલ્હી ના હસ્તે નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે.

અને આગળ પણ મુંબઈ, ગુજરાત અને નવી દિલ્હી ખાતે ફિલ્મી સિતારાઓ દ્વારા અનેક એવોર્ડ થી સન્માનિત કરી કરવામાં આવ્યા છે, આમ તેમણે સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

 

આ પ્રસંગે ભારત ભરના દિલ્લી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહીત જુદા રાજ્યો અને જુદા જુદા જિલ્લાઓ માંથી સમાજસેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ, ડોક્ટરો તેમજ નેતાઓ તેમજ ફિલ્મી કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!