GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા પાક નુકસાનનું સર્વેક્ષણ પૂરજોશમાં ચાલુ

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા પાક નુકસાનનું સર્વેક્ષણ પૂરજોશમાં ચાલુ જિલ્લામાં નુકસાનીનું સચોટ આકલન કરવા માટે ૩૮૩ જેટલી સર્વે ટીમોની રચના કરવામાં આવી છે….

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર

મહીસાગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનના આંકલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અણધાર્યા વરસાદથી અંદાજિત ૩૩,૯૩૯ હેક્ટર જેટલો ખેતી વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં મુખ્યત્વે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.

વરસાદના સમયે ડાંગર પાકની કાપણીની સિઝન ચાલુ હોવાથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાની વેઠવી પડી છે. ખેડૂતોની આ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નુકસાનીનું સચોટ આકલન કરવા માટે ૩૮૩ જેટલી સર્વે ટીમોની રચના કરવામાં આવી છે.જે તમામ તાલુકા મા સવૅ ની કામગીરી કરશે..

 

આ સર્વેક્ષણની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે સર્વે ટીમની સાથે-સાથે ગામના સરપંચ અને ખેડૂત આગેવાનોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા એ વાતની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કે કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત સર્વેની કામગીરીમાંથી બાકી ન રહી જાય, જેથી તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સચોટ આંકલન બાદ રાજ્ય સરકારની નીતિ મુજબ ઝડપથી સહાય મળી શકે.

હાલમાં આ સર્વેક્ષણની કામગીરી મહીસાગર જિલ્લામાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!