ARAVALLIGUJARATMODASA

અરવલ્લી ના મોડાસા માં સૂર્યદેવ ની સાક્ષીએ એકલિંગજી પ્રગતિ મંડળના ભૂદેવોએ જનોઈ ઘારણ કરી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી ના મોડાસા માં સૂર્યદેવ ની સાક્ષીએ એકલિંગજી પ્રગતિ મંડળના ભૂદેવોએ જનોઈ ઘારણ કરી

એકલિંગજી પ્રગતિ મંડળ મોડાસા આયોજિત સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ રક્ષાબંધનના પવિત્ર દિવસે સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાઈ ગયો હતો. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો એ જનોઈ બદલવાની પૂજાવિધિ કરી હતી, આજની પૂજામાં ગણપતિ ભગવાન તો છે, પણ મુખ્ય પ્રતિક તરીકે સૂર્ય ભગવાન હોય છે. સૂર્ય ભગવાનની હાજરીમાં જનોઈ ધારણ કરવામાં આવે છે. આજની પૂજા વેદોક્ત અને મંત્રોચ્ચાર સાથે, 16 પ્રકારના દ્રવ્યો, 16 પ્રકારના ભગવાનની પૂજા કરીને તેમની જનોઈ અંદર સ્થાપના કરવામાં આવે છે. પછી પવિત્ર જનોઈને ધારણ કરવામાં આવે છે. જનોઈએ બ્રાહ્મણની ઓળખ છે. આ કાર્યક્રમમાં અખિલ હિંદ બ્રહ્મ સમાજ ના અગ્રણી ભરત ભાઈ જોષી ,એકલિંગજી પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ ઉપાધ્યાય, મંત્રી જનકભાઈ જોશી સહિત સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આશિષભાઈ શાસ્ત્રી અને ચિરાગભાઈ ગોરે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા જનોઈ બદલાવવાની વિઘી કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ હોદ્દેદારોએ સંસ્કૃત પાઠશાળાના વહીવટી એકમ નો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!