
નરેશપરમાર. કરજણ,
કરજણ ધાવટ ચોકડીથી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ.
કરજણ તાલુકામાં SOG દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં તપાસ કરતા એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી
પોલીસ તંત્ર દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, SOG ની ટીમો દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન, SOG ટીમને કરજણ ડાઈવે પરની ધાવટ ચોકડી પાસેથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી, જેનું નામ ઝાકીલાબેગમ ડો.ઓ. મોહમ્મદ ગુલામ સરવર સરદાર (ઉં.વ. ૪૩) છે. એ મહિલા મૂળ બાંગ્લાદેશના જેસોર જિલ્લાના નોઆપારા, મોડાકલ, અભયનગરમાં રહેનારી છે અને ડાલમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુતાલ ચોકડી પર રહેતી હતી. શંકાસ્પદ જણાતા પોલીસે તેની અટકાયત કરી અને આગળની કાર્યવાડી માટે કરજણ પોલીસ સ્ટેશનને સુપરત કરી છે.




