ARAVALLIGUJARATMODASA

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં જીવલેણ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા, 4 ના મોત 2 સારવાર હેઠળ : સેન્ડ ફ્લાય (રેતી માખીઓ) થી ફેલાતો વાયરસ  

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં જીવલેણ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા, 4 ના મોત 2 સારવાર હેઠળ :સેન્ડ ફ્લાય (રેતી માખીઓ) થી ફેલાતો વાયરસ

અરવલ્લી-સાબરકાંઠામાં ચાંદીપુરમ શંકાસ્પદ વાયરસના કેસ સામે આવતા લોકોમાં ચિંતાનો વિષય ઉભો થયો છે અને હાલ શંકાસ્પદ વાયરસ ને લઇ 4 બાળકોને ભરખી ગયો,અને બે બાળકો હિંમતનગર સિવિલ ખાતે સારવાર હેઠળ છે જેમાં અરવલ્લીના 2 દર્દીના શંકાસ્પદ વાઈરસથી મોતની આશંકા સેવાઈ રહી છે જેમાં ભિલોડા તાલુકાના કંથારીયા ગામના બે બાળકોના મોત નીપજ્યા છે જેના કારણે હાલ લુસડિયા આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ ગામ હોવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગામમાં જઈ ને ભિલોડા કંથારીયા વિસ્તારમાં આરોગ્યની વિભાગની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહયો છે ખાસ કરીને શંકાસ્પદ લાગતા ચાંદીપુરમ વાઈરસને લઈ સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે વધુમાં 2 દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વાયરસનો ફેલાવો ના વધે અને તકેદારી માટે અરવલ્લી અને સાબરકાંઠામાં આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કોરોના વાયરસ પછી ચાંદીપુરમ વાયરસથી લોકોમાં ડરનો માહોલ તો ઉભો નહિ થાય ને..? કોરોનામાં સલામત રહેલ બાળકોમાં ચાંદીપુરમ વાયરસ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે

@ચાંદીપુરમ(CHPV) નામના વાયરસનો ફેલાવો કઈ રીતે થાય છે @

આ વાયરસ મોટાભાગે મળતી માહિતી અનુસાર સેન્ડ ફ્લાય (રેતી માખીઓ) થી ફેલાતો આ વાયરસ છે જે સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાઈરસ ફેલાય છે. માટીના લીંપણ વાળા ઘરની અંદર કેટલાક અંશે આ પ્રકારની માખીઓ દ્વારા ફેલાય છે

@ચાંદીપુરમ (CHPV) વાયરસ ના લક્ષણો @

આ વાયરસ મોટાભાગે બાળકોને વધુ અસર કરતો હોય છે જેમાં બાળકોને વધુ પડતો તાવ આવવો, વામેટ થવી, ખેંચ આવવી,પેટમાં દુખાવો અને ઝાડા-ઉલટી અને મગજનો સોજો આવતો હોવાનું તબીબે જણાવ્યું હતું ઉપરાંત વાયરસની અસર થતા 48 થી 72 કલાકમાં સારવાર લઇ લેવી જોઈએ નહીતો મૃત્યુ થવાની સંભાવના રહેલી હોય છે મોટાભાગે

સાવચેતી ના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓ અને શહેરમાં જ્યાં પાણી ભરાતા હોય અને ગંદકી થતી હોય તેવી જગ્યાએ માખીઓ નો ઉપદ્રવ વધુ હોય તે જગ્યાએ દવાનો છંટકાવ કરવાથી અટકાવી શકાય છે

🙏વાત્સલ્યમ ન્યૂઝ પરિવાર દ્વારા એક નમ્ર અપીલ કે આ બાબતે ડરવાની જરૂરી નથી બસ સાવચેતી રાખવાથી પણ વાયરસ ને અટકાવી શકાય છે.. જનહિતમાં જારી 🙏

Back to top button
error: Content is protected !!