AHAVADANGGUJARAT

આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પરથી તંત્ર દ્વારા ભેળસેળ વાળો જથ્થો સિઝ કર્યો હોવા છતાંય કોઈ કાર્યવાહી ન કરતા મિલીભગતની આશંકા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પર  અગાઉ અનેક વાહન ચાલકોમાં પેટ્રોલ-ડીઝલમાં પાણીનું ભેળસેળ આવી રહ્યા અંગેની ફરિયાદો ઉઠી હતી.બાદમાં ફરિયાદોનાં આધારે પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી જથ્થો સિઝ કર્યો હતો.જે સીઝ કરેલ જથ્થો ન ખસેડતા સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલાયુ હોવાની શક્યતા હોવાનું ચર્ચાય રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કંપનીનું પેટ્રોલ પંપ આવેલ છે.આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ અને પાણીનાં મિલાવટનાં પગલે અનેક વાહનો ખોટકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી.અને આ પેટ્રોલ પંપ પર ભેળસેળ વાળુ પેટ્રોલ ડીઝલનું વેચાણ કરાતુ હોવાની ફરિયાદ વાહન ચાલકોએ કરી હતી.જે અંગે જે તે સમયે અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.જે બાદ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ હરકતમાં આવી હતી.અને ડાંગ જિલ્લા પુરવઠા વિભાગે અહી રેડ કરી તપાસ હાથ ધરતા તપાસમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની ટાંકીમાં પાણીની ભેળસેળ બહાર આવતા તંત્ર દ્વારા મોટાપાયે જથ્થો સહીત ટેન્કને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ હતુ.જોકે સ્થાનિક તંત્ર દ્વારા ભેળસેળ યુક્ત જથ્થો સીઝ કર્યા બાદ લાંબા સમયથી ઇન્ડિયન ઓઇલ કંપની કે સ્થાનિક તંત્ર દ્વારા ત્યાંથી ન હટાવતા સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવ્યુ હોવાની શક્યતા નકારી શકાતી નથી.આ બાબતે આહવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનાં મેનેજરે પાણીનું ભેળસેળ યુક્ત પેટ્રોલનો મોટો જથ્થો તંત્ર દ્વારા સિઝ કર્યો હોવાનું સમર્થન આપ્યુ હતુ.પરંતુ તે ત્યાંથી હજી સુધી ન હટાવ્યુ હોવાનું પણ જણાવતા સમગ્ર પ્રકરણમાં કંઈક રંધાયું હોવાનું જણાય રહ્યું છે.ત્યારે આહવા ઇન્ડિયન ઓઇલનાં પેટ્રોલ પંપનાં સંચાલકો સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી મિલીભગતમાં ચુપકીદી સેવી લેશે તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!