BANASKANTHADEODARGUJARAT

દિયોદર જેતડા હાઈવે વિસ્તાર પરથી યુરિયા ખાતર નો શંકાસ્પદ જથ્થો ઝડપાયો ૭૭૫ કટ્ટા જપ્ત 

પ્રાઇવેટ ગોડાઉન માંથી યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં ભરી હૈદરાબાદ લઈ જવાતો હતો

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

દિયોદર જેતડા હાઈવે વિસ્તાર પરથી યુરિયા ખાતર નો શંકાસ્પદ જથ્થો ઝડપાયો ૭૭૫ કટ્ટા જપ્ત

oplus_0

 

 

વાવ થરાદ SOG પોલીસે બાતમી ના આધારે ટ્રક પકડી યુરિયા ખાતરના કાળા કારોબારના પર્દાફાશ કર્યો

 

યુરિયા ખાતર નો જથ્થો દિયોદર જેતડા હાઈવે નાયરા પેટ્રોલ પંપ પાસેના એક ગોડાઉન માંથી ભરાયો હોવાની આશંકા પોલીસ તપાસનો ધમધમાટ શરુ

 

ખાતર ની અછત વચ્ચે યુરિયા ખાતર નો આટલો મોટો જથ્થો શંકાસ્પદ મળતા ખેડૂતોમાં અનેક તર્ક વિતર્ક

 

વાવ થરાદ એસ ઓ જી પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર જેતડા હાઈવે પર થી શંકાસ્પદ યુરિયા ખાતર નો મોટો જથ્થો ટ્રક માંથી ઝડપી પાડતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે જેમાં જિલ્લા માંથી એક પ્રાઇવેટ ગોડાઉન માંથી આ ખાતર નો જથ્થો ભરી હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાનું ખુલ્યું છે

 

દિયોદર એ પી એમ સી માર્કેટ પાસે એસ ઓ જી પોલીસ બાતમી ના આધારે વોચ ગોઠવી ઊભી હતી જેમાં બાતમી ના આધારે જેતડા તરફ થી આવતી ટ્રક નંબર ને રોકાવી ટ્રક માં તપાસ કરતા યુરિયા ખાતર નો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે યુરિયા ખાતર ના કટ્ટા શંકાસ્પદ જણાતા યુરિયા ખાતર ભરેલી ટ્રક ને દિયોદર પોલીસ મથકે લાવવામાં આવી હતી જેમાં જે બાબત ની જાણ દિયોદર ખેતીવાડી વિભાગ ને કરતા અધિકારીઓ પણ દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા જેમાં ટ્રક માંથી અંદાજિત ૭૭૫ જેટલા કટ્ટા પોલીસે જપ્ત કર્યા હતા જેમાં પોલીસે ટ્રક ડ્રાઈવર ની અટકાયત કરી હતી આ યુરિયા ખાતર નો જથ્થો દિયોદર આજુ બાજુ વિસ્તાર માંથી એક પ્રાઇવેટ ગોડાઉન માંથી ભરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે એક બાજુ જિલ્લામાં યુરિયા ખાતર ની અછત છે તો બીજી તરફ ટ્રક ભરી જિલ્લા માંથી યુરિયા ખાતર નો જથ્થો હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે

 

• યુરિયા ખાતર અંગે તપાસ ચાલુ છે : જય ચૌધરી (ખેતીવાડી અધિકારી )

 

આ બાબતે ખેતીવાડી અધિકારી જય ચૌધરીએ જણાવેલ કે પોલીસે અમને ટેલિફોન થી જાણ કરી છે ટ્રક માંથી યુરિયા ખાતર શંકાસ્પદ મળેલ છે યુરિયા ખાતર હૈદરાબાદ લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે જેની તપાસ ચાલુ છે

 

• અછત વચ્ચે યુરિયા ખાતર નો કાળો કારોબાર શું તપાસ થશે?

 

પોલીસે ટ્રક માંથી યુરિયા ખાતર નો મોટો જથ્થો ઝડપ્યો છે એક બાજુ વાવ થરાદ જિલ્લામાં યુરિયા ખાતર ની અછત છે તો બીજી તરફ જિલ્લા માંથી યુરિયા ખાતર ને સિમ્બોલ વગર ની થેલીઓ માં ભરી અન્ય રાજ્યમાં લઈ જવામાં આવતો હોવાનું ચર્ચાસ્પદ છે શું સમગ્ર મામલે પોલીસ તપાસ થશે ? યુરિયા ખાતર નું કેટલા સમય થી બરોબરિયું થતું હતું યુરિયા ખાતર નો જથ્થો ક્યાંથી ભરાયો હતો તેને લઈ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે

Back to top button
error: Content is protected !!