GUJARATMEHSANAVISNAGAR

વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી 

2 જી ઓકટોબર અનુસંધાને કાર્યક્રમ યોજાયો

વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી

સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આજરોજ તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે વિસનગર ખાતે વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી .

નગરજનો દ્વારા વિસનગરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સફાઈ કરી સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સફાઈ કરમીને શ્રેષ્ઠ સફાઈ કર્મી નો એવોર્ડ તથા રૂપિયા 10,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.,,, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત”એક પેડ મા કે નામ “અભિયાન અંતર્ગત શહેરની ગોકુળ નગર સોસાયટીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો સહભાગી બન્યા હતા તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર  પાર્થભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!