
કિરીટ પટેલ બાયડ
બાયડ નગરપાલીકા ખાતે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી
બાયડના એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ યોજાયો.
સ્વચ્છતા હિ સેવા 2024 અંતર્ગત બાયડ નગરપાલિકા તથા બસ ડેપો સાથે સંકલન માં રહીને સફાઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકોની જન ભાગીદારીથી સ્વચ્છતા માટે સફાઈ શ્રમદાન હાથ ધરવામાં આવ્યું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી.
આ સાથે જ એક પેડ મા કે નામ અંતર્ગત બાયડ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન પણ કરવામાં આવ્યું
જેમાં ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા , નગરપાલીકા પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ હાજર રહેલા હતા.
૦૦૦



