
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા માં ધોરણ 9 ના 51વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
*પ્રવેશોત્સવ-ભવિષ્યના સપનાનું શિલાન્યાસ!!*
*અરવલ્લીની ગિરિમાળાઓમાં અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા માં શિક્ષણ એ દેશના વિકાસની મજબૂત પાયાની ઇંટ છે આ વાક્યને સાર્થક કરતો ધોરણ નવ ના 51વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ માનનીય IPS મનોજભાઈ નીનામા સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયો. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા, સંસ્થાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી, તેમજ મહેમાનો નું શાબ્દિક તેમજ ચાલ સરપાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું, મહેમાનોના હસ્તે ધોરણ નવ ના 51 વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, વોટર બેગ, કંપાસ બોક્સ, જેવી શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો, ધોરણ 10 માર્ચ 2025 માં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અધ્યક્ષ શ્રી ના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જેના દાતા શંકરભાઈ કળબ નિવૃત શિક્ષક એ યોગદાન આપ્યું હતું, સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા સાહેબે આઈપીએસ અધિકારીએ અમારી સંસ્થાના આશ્રમ શાળાના પૂર્વ વિદ્યાર્થી હોવાથી ગુરુ શિષ્યની તેમજ તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓને આગળ આવવાની પ્રેરણા આપી હતી, જિલ્લા સદસ્ય વનરાજભાઈ ડામોર સાહેબે અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારના બાળકોને શિક્ષણમાં જાગૃતતા લાવવા માટેના શાળા દ્વારા થઈ રહેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા, કાર્યક્રમના અધ્યક્ષ આઇપીએસ મનોજભાઈ નીનામા સાહેબે માતૃ સંસ્થામાં આવવાનો મોકો મળ્યો એ બદલ ગૌરવ અનુભવી રહ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યને ધ્યાને રાખી ઉત્તમ કોટીનું શિક્ષણ મેળવવાનું તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશદ ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા, તેમજ શાળા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી, તેમજ તેમના ગુરુજી સોનજી દાદા નું સન્માન તેમના હસ્તે કર્યું હતું,પર્યાવરણના જતનના સંકલ્પને સાર્થક કરતો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગામમાંથી અગ્રણીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, શાળાના શિક્ષક ધ્રુવકુમાર કે પટેલે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવા બદલ શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.*
 
				



