GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ગાંધીનગર ખાતે educaton ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ગાંધીનગર ખાતે તારીખ:-18/11/2025 ના રોજ ભવ્ય ” IGNOCI EDU-CARE 2025 SERIES-4”, વૈવિધ્યસભર વિષયોને સાંકળતા educaton ફેરનું ભવ્ય આયોજન ડાયરેકટર ફાધર પીટર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. દિપકભાઈ દરજી સાહેબ,નાયબ નિયામકશ્રી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ,ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આ કાર્યક્રમ ખૂલ્લો મૂક્યો હતો અને વિધ્યાર્થીઓને તેઓની વ્યક્તવ્ય થી પ્રભાવિત કર્યા હતા.

સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં આયોજિત આ – ફેરમાં સાયન્સ , કોમર્સ , ભાષાઓ જેવીકે ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત , કમ્પ્યુટર, સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. ઈનોવેટિવ ,વર્કિંગ નોન વર્કિંગ પ્રોજેકટ્સ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના પ્રોજેકટસ સાથે અન્ય 24 જેટલા અન્ય શાળાના પ્રોજેક્ટ્સ પણ હતાવિજ્ઞાનના વિષયમાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન નું આયોજન કરાયેલ હતું જ્યારે અન્ય વિષયોમાં ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન હતી, NEP – 2020 ના ‘4 C’ નો સમન્વય સુંદર રીતે અહી જોવા મળ્યો હતો માત્ર વર્ગ પૂરતું જે શિક્ષણ મર્યાદિત ના રહેતા બાળકો અલગરીતે વિચારે તે મુખ્ય આ ઈવેન્ટ નો ઉદેશ્ય હતો.

આ કાર્યક્રમનું એનકરિંગ અશ્વિનસર અને નીતા ક્રિશ્ચિયન ટીચર સુંદર ઢબે કરલ હતું. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના ઈગ્નોસી સાયન્સ ફેરમાં કુલ 320 પ્રોજેકટ હતા જેમાં વિજ્ઞાન વિષયના 86 અન્ય વિષયના પ્રોજેકટસ ઉપરાંત પ્રાથમિક વિભાગના 6 થી 8 ધોરણના બાળકો વિજ્ઞાન અને આર્ટ અને ક્રાફ્ટના પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો .આ પ્રોજેકટમાં નિર્ણાયક તરીકે ગાંધીનગરની વિવિધ શાળામાંથી કુલ 25 વિષય નિષ્ણાંતોને આમંત્રિત કરાયા હતા તેઓએ પોતાનો કીમતી સમય ફાળવીને શ્રેષ્ઠ પ્રોજેકટને વિજેતા જાહેર કર્યા હતા.

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મેનેજર ફાધર પત્રસ ,ઇન ચાર્જ પ્રિન્સીપાલ કિરણ સર , ફાધર જોર્જ , માર્શલ ઝેવિયર અને એલિઝા ગોમ્સે દરેક પ્રોજેક્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાનું આયોજન કરેલ હતું . આ ઈવેન્ટની શરૂઆત નો શ્રેય ફાધર અરુલને જાય છે. શાળા કક્ષાએ આટલા બધા પ્રોજેકટસ માં વિધ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ સતત ચોથા વર્ષે પણ લઈ રહ્યા છે એ અદ્ભુત ઘટના કહેવાય. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના ક્વોલિટી કાઉન્સિલ મેમ્બરસ શૈલા જોશી (એકેડમિક હેડ) જેઓએ સમગ્ર કાર્યક્રમનું પ્લાનિંગ કરેલ હતું તેમની સાથે ડોલી ક્રિશ્ચિયન અને રીટા મીંજ , લલિત શર્મા, સ્મિતા એન્જિનિયર અને સમગ્ર સ્ટાફ ના સાથ અને સહકાર થી ઈગ્નોસી સિરીજ 4 નું સફળતાપૂર્વક સમ્પન્ન કરવામાં આવ્યો હતો . વિજેતા પ્રોજેકટને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આવી રીતના કાર્યક્રમથી વિધ્યાર્થીઓ હેન્ડસ ઓન ઍક્ટિવિટીસના માધ્યમથી સાચો શિક્ષણનું મહત્વ સમજીને જીવનમાં આત્મસાધ કરી શકે છે.

Back to top button
error: Content is protected !!