
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ ખાતે ધોરણ 10 નો શુભેચ્છા સમારંભ યોજાયો
સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ,કાગડા મહુડા તા. શામળાજી માં સંસ્થાના સંચાલક સોનજીભાઈ કે બારીયા ના અધ્યક્ષ સ્થાને ધોરણ 10 નો શુભેચ્છા સમારંભ યોજાયો. પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ શાળાની રૂપરેખા રજૂ કરી હતી, સૌ મહેમાનોનું ફૂલછડી, સુતરની આંટી, સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું, શુભેચ્છા લેનાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, શ્રી દિનેશભાઈ વિસાત,શંકરભાઈ કળબ દ્વારા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, શાળા પરિવાર દ્વારા શાળા વિકાસમાં થઈ રહેલા કામને જોઈ દાતા ઓ દ્વારા ઉદાર હાથે શાળા વિકાસ માટે દાન આપવામાં આવ્યું, સોનજીભાઈ કે બારીયાએ – 21000/- શંકરભાઈ કળબએ -11000/- જગદીશભાઈ બારીયાએ -21000/- સુનિલભાઈ ગામેતીએ 5000/- ધ્રુવકુમાર પટેલ 11000/- તેમજ અન્ય દાતાઓ દ્વારા 2500 રૂપિયા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ત્યારબાદ સમારંભ અધ્યક્ષ સોનજીભાઈ બારીયા એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી તેમજ જીવન ઘડતરના પાઠોની શીખ આપી હતી, કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક નિકુંજભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી, કાર્યક્રમનું સફર આયોજન શાળાના શિક્ષક ધ્રુવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન લીધું હતું





