વલસાડ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતના મહાન ચિંતક અને યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને આજે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અવસરે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામીજીને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો,
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, દક્ષિણ ઝોનના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વલસાડ એસ.ટી. ડેપો પાસે આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાયો હતો. ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્વામીજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો,આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢીમાં દેશભક્તિ અને સ્વામીજીના આદર્શોનો પ્રસાર થાય તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શ્રીમતી જીગીતશાબને પટેલ,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ,વલસાડ શહેર સંગઠનના હોદ્દેદારો,શ્રીમતી માલતીબેન ટંડેલ (પ્રમુખ, વલસાડ નગરપાલિકા), શ્રીમતી અલકાબેન દેસાઈ (દંડક વલસાડ નગરપાલિકા), જિલ્લા યુવા મોરચાના ના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ, નગરપાલિકાના સભ્યો અને પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા





