આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સ્વયં શિક્ષક દિન” પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવેલ
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
åશ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તારીખ 5 સપ્ટેમ્બર 24 ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને તેમના સંસ્મરણો ને વાચા આપવા “સ્વયં શિક્ષક દિન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૧ વિદ્યાર્થીઓએ શિક્ષક- શિક્ષિકાઓ બનીને આજના સ્વયં શિક્ષક દિનના આચાર્યા આસ્થા ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે દિવસ દરમ્યાન સુંદર શૈક્ષણિક કાર્ય કર્યું હતું. આ સાથે બે વિદ્યાર્થીઓએ કલાર્કની અને છ વિદ્યાર્થીઓએ સેવકની ભૂમિકા પણ અદા કરી હતી. આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રોના સહયોગથી નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે શાળાના સ્ટાફ મિત્રો અને સ્વયં શિક્ષક દિનના શિક્ષકોએ સાથે મળીને નાસ્તાની લિજ્જત માણી હતી.આ સ્વતોયં શિક્ષક દિનના સમાપન સમારોહમાં આચાર્યા અને શિક્ષક- શિક્ષિકા બનેલા વિદ્યાર્થીઓએ દિવસ દરમ્યાન કરેલ શૈક્ષણિક કાર્ય તથા આચાર્ય અને શિક્ષકની ભૂમિકા વિશે રોચક પ્રતિભાવો આપ્યા હતા.આમ શાળાના શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ ડાગરે સ્ટાફ મિત્રોના સહયોગથી સ્વયં શિક્ષક દિનનું સુંદર આયોજન કર્યું હતું.