
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ના ભિલોડા પાસે આવેલું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ પુરાણ છે શ્રાવણ માસ માં ભક્તો ની ભીડ ઉમટી પડેછે
અરવલ્લી જિલ્લા ના ભિલોડા થી 3 કિલોમીટર દૂર પવિત્ર ઇદ્રાસી નદી ના કિનારે કુદરતી નયન રમ્ય વાતાવરણ માં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવેછે કહેવાય છે કે વર્ષો પહેલા આ સ્થાન પર જંગલ હતું જંગલ માં ગોપાલક ગૌધણ લઇ ને ચરાવવા જતો હતો ત્યારે આ ગૌધણ માંની એક કામધેનુ ગાય એક વૃક્ષ ની ગુફા પાસે દૂધ ની ધારા કરતી હતી એક દિવસ યોગાનુયોગ ગોપાલક આજ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કામધેનુ ગાય આ વૃક્ષ પાસે આવી અને આંચડ માંથી દૂધ ની ધારા કરવા લાગી આ દ્રસ્ય જોઈ ગોપાલક આશ્ચર્ય ચકિત થઇ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાયે દૂધ ની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંમ્ભુ સ્વરૂપે દ્રસ્યમાન થયું પછી ગોપાલકે આસપાસ ના લોકો ને જાણ કરી જેથી આસપાસ થી લોકો આ સ્થાન ના દર્શન કરવા દોડી આવ્યા દિવસે દિવસે આ સ્થાન પાર ભક્તો ની ભીડ વધવા લાગી અને ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા વધતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ થયું અને આ સ્થાન ને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગ ને પ્રતિષ્ટિત કર્યુ
આ સ્થાન નું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે આ સ્થાન પર વેદ અને પુરાણો માં જે ઋષિઓ ના નામ વર્ણવેલા છે તેમના એક ચ્યવન ઋષિ નું નામ પણ પ્રચલિત છે એ ચ્યવવાન ઋષિ નો આશ્રમ સ્થાન અહીં આવેલું છે કહેવાય છે કે કાશીનરેશ ની પુત્રી સુકન્યા અહીં ચ્યવાન ઋષિ પાસે તપ કરવા આવી તપ ના પ્રભાવ થી સુકન્યા નું શરીર રાફડામય બની ગયું અને તેના માત્ર નેત્ર સિવાય કઈ દેખાતું ના હતું જેથી કાશી નરેશે એક ડાભ ની સળી લઇ ઋષિ ના નેત્ર તરફ નાખી જેથી ઋષિ ના નેત્ર ઠરડાઈ ગયા જેથી ક્રોધિત થયેલા ઋષિ એ કાશી નરેશ ને શ્રાપ આપ્યો જેથી કાશી નરેશ સહીત તેનું તમામ સૈન્ય રોગિષ્ટ થયું જેથી તેના પસ્તાવા રૂપે ઋષિ ની સેવા માટે સુકન્યા ને ઋષિ સાથે પરણાવવા માં આવેછે તેવામાં આ સ્થાનકે આશ્રમે દેવો ના વેદ અશ્વિનીકુમારો યોગનું યોગ આવી પહોંચ્યા સુકન્યા એ અશ્વિનીકુમારો નું ભાવભીનું આતિથ્ય કર્યું આ પ્રભાવ ને જોઈ અશ્વિની કુમારો એ સુકન્યા સાથે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો પણ સુકન્યા સહેજ પણ વિચલિત થઇ નહિ જેથી અશ્વિની કુમારો એ સુકન્યા ના દ્રઢ મનોબળ ના પ્રભાવ થી પ્રસન્ન થઇ ચ્યવાન ઋષિ ના નેત્ર પરત આપવા આ સ્થાનક ની બાજુ માં આવેલા સરોવર માં ઔષધિઓ નાખી અને ઋષિ ને લઇ અશ્વિની કુમારો આ સરોવર માં ડૂબકી લગાવી સરોવર માંથી બહાર આવ્યા ત્યારે ઋષિમુની ની બંને નેત્રોમાં દ્રષ્ટિ પરત આવી જેથી આ કુંડ ને ભૃગુ કુંડ તરીકે ઓળખવામાં આવેછે આ ભૃગુ કુંડ માં કોઈપણ રોગિષ્ટ વ્યક્તિ સ્નાન કરે તો તેના રોગ દૂર થાય છે ખાસ ચાર્મ રોગ દૂર કરવા માટે અનેક ભક્તો આ ભૃગુ કુંડ માં સ્નાન કરેછે આ મહત્તમ શ્રીમદ ભાગવત ના નાવમાં સ્કંદ ના ત્રીજા અધ્યાય માં વર્ણવેલો છે આવા આ ભુવનેશ્વર મહાદેવ ના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકે દર શ્રાવણ માસ માં હજારો ભક્તો દર્શનાર્થે આવેછે ભગવાન ભોળાનાથ ને દૂધ અને જળ નો અભિષેશ કરેછે ભક્તો દ્વારા શિવલિંગ પાર વૈદિક મંત્ર વડે બીલીપત્ર ચઢાવેછે સવાલક્ષ બીલી ના અનુષ્ટાન કરેછે પોતાની જન્મ કુંડળી માં કોઈપણ ગ્રહદોષ હોય તો તેને દૂર કરવા પંડિતો દ્વારા વિધિવિધાન કરવા માં આવેછે શ્રાવણ માસ માં દૂર દૂર થી ભક્તો આવેછે અને સ્વયંભૂ ભોળાનાથ ના સનીધ્યે માટી માંથી બનાવેલા પાર્થિવ લિંગ ની પૂજા પણ કરેછે આમ આવા પવિત્ર ઈદ્રશી નદી ના કિનારે ખુબજ આહલાદક વાતાવરણ માં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવ ની પૂજા અર્ચના થી ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે આમ અરવલ્લી ના ભિલોડા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવ નો મહિમા અનંત છે અપાર છેઆમ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભુવનેશ્વર મહાદેવ ના સનીધ્યે ખૂબ મોટી સંખ્યા માં અબાલ વૃદ્ધ સૌકોઈ આવેછે આસપાસ ના ગામની મહિલાઓ મોટી સંખ્યા માં ભજન મંડળી સાથે અહીં આવેછે અને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે





