પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ/રેસ્ટોરન્ટ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ
*કુલ ૨૭ પેઢીઓમાં ચેકીંગ હાથ ધરાયું,૯૬ નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતાં કુકિંગ ઓઇલની તપાસ કરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા દ્વારા જિલ્લાની વિવિધ હોટલ/રેસ્ટોરન્ટના કિચનોની મુલાકાત લઈ હાઈજેનીક કંડીશન જળવાઈ રહે તે માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ-૨૭ પેઢીઓમાં ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા તપાસ હાથ ધરીને ફુડ બિઝનેશ ઓપરેટરોને જરુરી સ્વચ્છતા અંગે સુચનો આપી જરૂર જણાતાં કુલ-૭ પેઢીઓને ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોઇ સુધારા નોટીસ ફટકારવામાં આવી છે, તથા આગળ સમય મર્યાદામાં પાલન ન કર્યેથી આ પેઢીઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. આ તપાસ કરવામાં આવેલ વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાધ્યચીજના કુલ-૧૧ નમુનાઓ લઈ તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત કુલ- ૯૬ નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતાં કુકિંગ ઓઇલની TPC મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલએ એક યાદીમાં જણાવ્યું છે.
***






