BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચ ની જે.પી.કોલેજ ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૪ યોજાયો.

Screenshot
Screenshot

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ .

તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, ૧૦૦% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માન કરાયું..

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ શિક્ષક દિન નિમિત્તે ૫મી સપ્ટેમ્બર ના સ્વામી અતુલાનંદનજી ઓડિટોરિયમ, જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું..તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, ૧૦૦% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.. પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્તા વર્ણવી આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ભરુચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા,ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,જિલ્લા શિક્ષણાધિકારી સ્વતિબા રાઉલ સહિત શૈક્ષણિક સંસ્થાઓ ના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!