ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતના પોપડા પડતાં સદનસીબે જાનહાની ટળી

તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે રીફર હોસ્પિટલથી જાણીતી અને વિવાદોમાં રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતનાં પોપડા પડ્યા હતા સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ અને રોગી કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતાની પોલ ખુલવા પામી છે ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે રીફર હોસ્પિટલથી જાણીતી અને વિવાદોમાં રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતનાં પોપડા ખરતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને રોગી કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતાની પોલ ખુલવા પામી છે છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા વાસીઓ હોસ્પિટલમાં ડોકટરોની પૂરતી બાબતે અનેક રજુવાતો કરી ચુક્યા છે ભૂતકાળમાં આ હોસ્પિટલમાં ર્ડો અને સ્ટાફની મહેકમ મુજબ ભરતી કરવા ઉપવાસ આંદોલન પણ થઇ ચુક્યા છે પણ વર્ષોથી સ્ટાફ ઉચ્ચ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાના આક્ષેપ પણ સામે આવી રહ્યા છે તો બીજી તરફ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષોથી રોગી કલ્યાણ સમિતિ માત્ર કાગળ ઉપર જ રહી છે જૂની સાવ બેકાર બનેલી સમિતિને બરખાસ્ત કરી નવી રચના કરવામાં નથી આવી રહી ત્યારે સમિતીમાં પૈસાના વ્યવહારમાં મોટા ગોટાળા હોવાની ભીતિ હવે સત્ય માલુમ પડી રહી છે સામાન્ય છત જેવી બાબત રીપેરીંગમાં પણ જો આ હાલ હોય તો સરકાર અને સમિતિનો પૈસો ક્યાં વપરાય છે એનો સ્પષ્ટ જવાબ ઉચ્ચ વહીવટી તંત્ર માંગે તે જરૂરી બન્યું છે જો કે હાલ સામાન્ય લાગતા છતનાં પોપડા પડવાના આ બનાવમાં કોઈ ઇજા પામ્યું નથી પણ આગામી સમયમાં મેનેજમેન્ટ વધુ ચોકસાઈ યુક્ત કામગીરી કરે તેં જરૂરી જણાઈ રહ્યું છે.



