ગીર ગઢડા ની કોદિયા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ સફળતા પૂર્વક પૂર્ણ
સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા કોદીયામાં ગીર ગઢડા તાલુકાનો ખેલ મહાકુંભનું આયોજન થયું હતું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા ની કોદિયા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ સફળતા પૂર્વક પૂર્ણ
સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા કોદીયામાં ગીર ગઢડા તાલુકાનો ખેલ મહાકુંભનું આયોજન થયું હતું તેમાં ગીર ગઢડા તાલુકાની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો
આ આયોજનને સફળ કરવા માટે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય એ.યુ બલદાનીયા સાથે સાથે પ્રાથમિક શાળાના આચાર્ય શકિતસિંહ ચાવડા અને સોલંકી જગદીશભાઈ સાથે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અને ગામના આગેવાન અને યુવાનનો પણ સહભાગી બન્યા હતાં
અને તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મુખ્ય કન્વીનર કરશનભાઈ બારૈયા અને ફોરેસ્ટર હરદાસભાઈ માંડમ સાથે દિલીપભાઈ માલકિયા અને ખેલ મહાકુંભ સાથે જોડાયેલ તાલુકાના તમામ શિક્ષકોએ અને ગામના સરપંચ અને સભ્યો સાથે આગેવાનોએ હજારી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો
આ ખેલ મહાકુંભમાં કોદિયા માધ્યમિક શાળાના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં સિદ્ધિઓ હાંસલ કરી તેમાં 400 મીટર દોડમાં મકવાણા મનાલીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો 200 મીટરમાં મકવાણા ભૂમિએ બીજો નંબર પ્રાપ્ત કર્યો અને ખો ખોમાં ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓએ બીજો નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને ચેસમાં ગોંડલિયા મોહિત ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો અને પ્રાથમિક શાળા માંથી મકવાણા ખુશી ચેસમાં પ્રથમ,
બારૈયા આયુષ બ્રોન્ડ જંપ ત્રીજો
મોલાડીયા મિત્તલ બ્રોંડ જંપ ત્રીજો
મોલાડીયા મિત્તલ 50 મીટર ત્રીજો
બારૈયા ક્રિષ્ના ગોળા ફેંક ત્રીજો
બારૈયા ક્રિષ્ના- 100 મીટર બીજો અને
રાઠોડ કરણ 400 મીટર ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો આમાંથી પ્રથમ અને બીજા નંબરના તમામ સ્પર્ધક જિલ્લામાં ભાગ લેશે આ તમામ સ્પર્ધકે શાળા અને ગામનું ગૌરવ વધાર્યું
અને જુદી જુદી શાળા માંથી આવેલ તમામ સ્પર્ધકને મધ્યાહ્ન ભોજનના કર્મચારી મનસુખભાઇ બારૈયા અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ બલદાનીયા,શક્તિભાઈ ચાવડા અને જગદીશભાઈ સોલંકીના સાથ અને સહયોગથી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભના સફળ બનાવ્યો
તેમજ ખેલ મહાકુંભની સાથે સાથે કલા મહાકુંભમાં પણ સરકારી માઘ્યમિક શાળાની ધોરણ 9 અને 10 બહેનોએ ગરબામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના પ્રતિનિધિત્વ કર્યું