પંચમહાલ- શહેરા ખાતે તાલુકાના કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ, વિવિધ રમતોમા ખેલાડીઓએ ભાગ લીધો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે તાલુકાના કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો.તેના અંતગર્ત યોજાયેલી વિવિધ રમતોમા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમા ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, યોગસનો સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે કબડ્ડી સ્પર્ધા રાખવામા આવી હતી,સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતના છેવાડાના ગામડામાં રહેતા હોય કે તાલુકા કક્ષાના ખેલાડીઓમાં રહેલી વિવિધ સુસુપ્ત શકિતઓ બહાર આવે અને ખેલકુદમાં આગળ વધીને ગુજરાત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે હેતુથી ખેલમહાકુંભનું આયોજન દર વર્ષે કરવામા આવે છે. ત્યારે તેમા શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વય ધરાવતા ખેલાડીઓ પણ તેમાં ભાગ લે છે. શહેરા તાલુકાકક્ષાના ખેલમહાકુંભનો પ્રારંભ શહેરા ની શ્રીમતી.એસ.જે. દવે. હાઈસ્કુલ ખાતે કરાયો . જેમા ચેસ, વોલીબોલ રસ્તા ખેચ સહિતની રમતો રમાડવામાં આવી હતી. યોગાસનો પણ યોજાયા હતા. જેમા વિવિધ વય ધરાવનારા ખેલાડીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી.
તાલુકા કક્ષાની રમતમાં જીતેલાઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા. તેઓ આગળ જીલ્લા અને રાજ્યકક્ષાએ આગળ વધીને પોતાના તાલુકાનુ નામ રોશન કરશે આ પ્રસગે શિક્ષકો, તાલુકા ખેલમહાકુંભના સંયોજક અમિષભાઈ દવે સહિત વિવિધ વય ધરાવતા ખેલાડીઓ હાજર રહ્યા હતા.






