GUJARATJUNAGADHMANAVADAR

માણાવદરની પીએમશ્રી પે સેન્ટર શાળા-૨ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું

માણાવદરની પીએમશ્રી પે સેન્ટર શાળા-૨ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું

માણાવદરની પીએમશ્રી પે સેન્ટર શાળા ૨ ખાતે વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૬૭ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રદર્શનને જુદા જુદા ૫ વિભાગોમાં વિભાજીત કરાયો હતો. બાલવાટિકાથી ધો.૮ સુધીના મોટાભાગના બાળકોએ તેમના માર્ગદર્શક શિક્ષકો સાથે કૃતિઓ તૈયાર કરી હતી. પ્રદર્શનના અંતે પ્રમાણપત્ર અને પારિતોષિક વિતરણ કરાયા હતા.આ પ્રદર્શનને નિહાળવા મામલતદારશ્રી માણાવદર, તા.પ્રા.શિક્ષણાધિકારીશ્રી માણાવદર, પે સે.આચાર્યશ્રીઓ, સંઘના પ્રમુખશ્રીઓ, બી.આર.સી.કો.ઓ.શ્રી,સી.આર.સી. કો.ઓ.શ્રી,એસ.એમ.સી. સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત થયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!