
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના બે યુવકો ના લગ્ન કરાવી મામલે ચાર લાખ ચોરાણુ હજાર ની છેતરપિંડી
પોલીસ મથકે ચાર જણા સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હીરપુરા ગામના પરીવાર પાસેથી દીકરાઓ ના લગ્ન કરાવવા ના મામલે દાતા તાલુકાના માંકડી કૂકડી ગામના ચાર ઈસમો બે પુરુષો અને બે મહીલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હીરપુરા ગામના રાવળવાસ રહેતા શંકર ભાઈ શિવાભાઇ પરીવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આઠ માસ પૂર્વે તેમના ઘેર બે ઈસમો ગમાર લલ્લુ ભાઈ અને ગમાર નરેશ ભાઈ આવેલા બે કન્યા હોવાનું કહી ને બે સંગીતા બેન ડામોર અને રેખા બેન ડામોર એમ બે કન્યા ને બતાવી ગોવિંદ અને સંજય ના લગ્ન કરાવ્યા હતા. તે સમયે લગ્ન ના રૂપિયા ૪,૯૪,૦૦૦/- લઈ લીધા હતા લગ્ન બાદ પિયર મા માનતા હોવાનું કહી લઈ ગયા બાદ આજરોજ દિન સુધી નહિ મોકલી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવી લેતા શંકર ભાઈ રાવળ દ્વારા પોલીસ મથકે નરેશ ભાઈ ભોલા ભાઇ ગમાર તેમજ લલ્લુ ભાઈ ગમાર પિતા નું નામ નથી જણાવેલ તેમજ સંગીતા બેન ડામોર અને રેખા બેન ડામોર સહિત ચાર સામે પોલીસ મથકે છેતરપિંડી વિશ્વાસઘાત ની ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



