ARAVALLIGUJARATMODASA

મોડાસા–શામળાજી–રાજસ્થાન માર્ગ પર ટેન્કર પલટી મારતાં ટ્રાફિક ઠપ્પ રાત્રિના સમયે વાહનોની લાંબી કતારો પોલીસ દ્વારા વાહન વ્યવહાર ડાયવર્ટ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા–શામળાજી–રાજસ્થાન માર્ગ પર ટેન્કર પલટી મારતાં ટ્રાફિક ઠપ્પ રાત્રિના સમયે વાહનોની લાંબી કતારો પોલીસ દ્વારા વાહન વ્યવહાર ડાયવર્ટ

અરવલ્લી જિલ્લામાં શામળાજીથી રાજસ્થાન તરફ જતા મુખ્ય માર્ગ પર સાંજના સમયે એક ટેન્કર અચાનક પલટી મારી જતા સમગ્ર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ટેન્કર પલટી મારતા વાહનો અટકી ગયા હતા, જેના કારણે રાત્રિના સમયે લાંબી વાહન કતારો લાગી હતી.
ઘટનાનો એક વિડિઓ પણ સામે આવ્યો છે, જેમાં પલટી મારેલા ટેન્કરમાંથી ગેસ જેવા પ્રવાહીનું લીકેજ થતું હોવાનું નજરે પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાના કારણોસર માર્ગ પર વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી હતી.ટેન્કર અકસ્માતને કારણે મોડાસાથી રાજસ્થાન તરફ જતા મોટા વાહનો રસ્તામાં અટવાઈ જતા ટ્રક ચાલકો ભારે પરેશાન થયા હતા.પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા કેટલાક વાહનોને ભિલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.સાંજના સમયે સર્જાયેલી આ ઘટનાને પગલે મોડી રાત સુધી વાહનોની કતારો જોવા મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ટેન્કર પલટી મારવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. પ્રાથમિક રીતે ટેન્કર અકસ્માતના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!