TAPIVYARA

તાપી જિલ્લામાં “સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબાર યાદી મા જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા ની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના  “સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તારીખ- ૨૦/૦૬/૨૦૨૩ થી ૧૯/૦૭/૨૦૨૩ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોએ નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો. મી. તથા વધુમાં વધુ ૫૦૦ ચો. મી. વિસ્તારમા બનાવવાની રહેશે. નર્સરી નું સ્ટ્રકચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટ નાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે. તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭ -૧૨ ની નકલ, આધારકાર્ડ, બઁક પાસબૂકની નકલ, જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવામાં આથી જણાવામાં આવે છે. વધુ માહિતી માટે આતેની કચેરીનો ૦૨૬૨૨૬- ૨૨૧૪૨૩ પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!