તા. ૨૫ -૦૫ -૨૦૨૫નાં રવિવારે જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય સંયોજક મિનેષભાઇ પ્રજાપતિ ના સહયોગથી ગાંધીનગર મુકામે ભારતના 14 રાજ્યના કુલ 125 જેટલા શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ..2025 એનાયત કરવામાં આવ્યો હતો .જેમાં ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારાના આચાર્ય ડૉ. આશિષભાઈ શાહને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ માન. શ્રી પુલકિતભાઈ જોષી સાહેબ તેમજ માન. શ્રી બી. જે. પાઠક સાહેબ(નિવૃત્ત IFS – ગાંધીનગર)ના હસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.