હાલોલ- સાથરોટા રોડ પર આવેલ નકોડા એસ્ટેટ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા બાર યુનિટોમાં ટાસ્ક ફોર્સ કમિટીની રેડ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૩.૨૦૨૫
હાલોલના સાથરોટા રોડ પર આવેલ નકોડા એસ્ટેટ વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા બાર યુનિટોમાં આજે શનિવાર ના રોજ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ સહીત પોલીસ ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચેકીંગ હાથ ધરતાં કેટલાક યુનિટમાંથી 43 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તે જથ્થા સહીત 235 ટન પ્લાસ્ટિકના દાણા નો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર આજે શનિવારના રોજ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર, ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી, હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ તેમજ પોલીસ મળી સંયુક્ત રીતે હાલોલ ના સાથરોટા રોડ પર આવેલ નકોડા એસ્ટેટ વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા બાર યુનિટોમાં છાપો માર્યો હતો. જેમાંથી કેટલાક યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 43 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને 235 ટન દાણાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે જેની અંદાજિત બજાર કિંમત 1.94 કરોડ રૂપિયા થાય તેમ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે જણાવ્યું હતું.














