GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

HALVAD:હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

 

 

મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમીતિના ચેરમેનશ્રી લીલાબેન પરમારના અધ્યક્ષસ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી બ્રહ્મ સમાજની વાડી, હળવદ ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કિશોરીઓ, બાળકો અને મહિલાઓ માટે આઈસીડીએસની યોજનાઓ તથા આરોગ્ય બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા THR માંથી બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા કિશોરીઓની આરોગ્ય તપાસણી પણ કરવમાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.ત્રિવેદી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય, RBSK હળવદના મેડીકલ ઓફિસરશ્રી ડો. ચંદનીબેન તથા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ અને આંગણવાડીના કર્મચારીઓ તથા કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!