ઇડર તાલુકાના કાબસો ગઢા પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષિકા બહેનશ્રી સુલોચાનાબેન કાન્તિભાઈ સુતરિયા ની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પૈસંદગી


ઈડરના કાબસો ગઢા પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષિકા બહેનશ્રી સુલોચાનાબેન કાન્તિભાઈ સુતરિયા ની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પૈસંદગી
બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી
ઇડર તાલુકાની શ્રી કાબસો પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી સુલોચાનાબેન કાન્તિભાઈ સુતરિયા ની બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગરમાં રવિવારે 6 ઓક્ટોબર 2024ના રોજ એક સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.સુલોચાબેન ને શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ અને વિવિધ પહેલો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને સમર્થન આપવાના તેમના સતત પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમની નવીન પ્રવૃતિઓએ તેમને ફાઉન્ડેશન તરફથી પ્રશંસા અને માન્યતા પ્રાપ્ત કરી છે. કાબસો શાળા પરિવાર તથા ગ્રામજનોએ આ સન્માન બદલબહેનશ્રી ને અભિનંદન પાઠવ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




