GUJARATTHARADVAV-THARAD

ચિત્રકૂટ એવોર્ડથી શિક્ષક પટેલ ભરતકુમાર શંકરલાલ ગૌરવવંતું સન્માન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની રાહનીઢાણી પ્રાથમિક શાળા તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવનાર અને હાલ મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાના બાલસાસણ ગામની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાકાસણા ગામના વતની કર્મઠ શિક્ષક પટેલ ભરતકુમાર શંકરલાલને પ્રાતઃ સ્મરણીય વિશ્વ વંદનીય પ્રખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારીબાપુ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા સીતારામ બાપુ, દિગ્વિજયસિંહ જાડેજા,

જૈમિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ 14-01-2026 ના દિવસે સંપન્ન થયો. સમગ્ર રાજ્યના કુલ 36 એવોર્ડી શિક્ષકોમાં ને પૂજય મોરારી બાપુના વરદહસ્તે ચિત્રકૂટ એવોર્ડ તથા સન્માનપત્ર તથા 25000 રૂપિયાના ચેકથી પુરસ્કૃત કરવામાં આવ્યા.

તેઓની સુંદર અને ઉત્તમ કામગીરીથી તેઓને સન્માનિત થતાં અત્રેના શાળા પરિવાર એસ.એમ.સી. સરપંચશ્રી ગ્રામજનો સર્વેએ હર્ષની લાગણી સહ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..

Back to top button
error: Content is protected !!