
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના રખિયાલ તરફ જવાનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં, કલેકટર ને આવેદનપત્ર અપાયું
અરવલ્લી જિલ્લા લોકો હાલ રોડ રસ્તાના કામો ને લઇ પરેશાન થઇ રહ્યા છે. નવીન રસ્તાનું કામ હોય કે પછી રીપેરીંગ કામ જેમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે એમાં પણ અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા થતી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. હાલ રોડના કામો ને લઇ લોકો પરેશાન થઇ રહ્યા છે હજુ જિલ્લામાં કેટલાય ગામો છે જ્યાં રસ્તા ની હાલત ખુબજ દયનિય છે છતાં તંત્ર નું પાણી હલતું નથી
મોડાસા તાલુકાના રખિયાલ તરફ જવાનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલત હોવાને લઇ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.વારંવાર તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા પાલનપુર,કેશરપુરા કંપા,મોહનપુર કંપા સહિતના ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.





