
તા. ૦૫. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ના નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.
આજરોજ તા. ૦૫. ૦૯. ૨૦૨૪ ના ગુરુવારના ના રોજ સંજેલી તાલુકામાં આવેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.દર વર્ષે ૫ મી સપ્ટેમ્બર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસની યાદમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.શાળાના આ.શિ.મોહનભાઇ તડવીએ શિક્ષક દિવસની ઉજવણીના ઇતિહાસ અને મહત્વ વિશે સુંદર માહિતી આપી હતી.શાળાના મુ.શિ. જગદીશકુમાર કે કામોળ દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે ભાગ લેનાર તમામ બાળ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.




