GUJARAT
સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી....શિનોર શિનોર તાલુકાનાં સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ એ આજે શિક્ષક દિન નિમિતે અવનવા પોશાક પહેરીને આજે શાળા માં શિક્ષકની ફરજ બજાવી હતી.. જ્યારે શ્રવણ સંસ્કાર વિદ્યાલય નાં સંચાલકો તેમજ શિક્ષક ગણ દ્વારા આજે શિક્ષક બનેલ વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ ને શાળા ની કમાન શોપી દીધી હતી.તેમજ શ્રવણ સંસ્કાર વિદ્યાલય નાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ મે શિક્ષક નો મહિમા સમજાવ્યો હતો.






