HALOLPANCHMAHAL

હાલોલ:સનફાર્મા દ્વારા વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે સનકવેસ્ટ એજ્યુકેશનલ થીમપાર્કનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૭.૨૦૨૫

સનફાર્મા હાલોલ દ્વારા આજે શુક્રવારના રોજ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે સનકવેસ્ટ અંતર્ગત ડિજિટલ લાઈબ્રેરી સ્ટેમ લેબ, એન્સ્ટ્રોનોમી લેબ અને એજ્યુકેશનલ થીમ પાર્કનું જયદ્રથસિંહ પરમારના જન્મદિન નિમિત્તે તેમના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.સનફાર્મા હાલોલ દ્વારા વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણની અનોખી પહેલ સનકવેસ્ટ અંતર્ગત બાળકો સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે હેતુથી સનકવેસ્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટનો લાભ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા તથા હાલોલ શહેર અને તાલુકાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ લઈ શકશે આ એજ્યુકેશનલ થીમ પાર્કમાં વિવિધ લર્નિંગ મોડલ્સ, એજ્યુકેશનલ ગેમ, વિદ્યાર્થીઓ ડિજિટલ પુસ્તકો વાંચી શકે તે હેતુ થી ડિજિટલ લાઈબ્રેરી તથા વિજ્ઞાન અને ગણિતમાં બાળકોની રુચિ વધારવા સ્ટેમ લેબ તથા બાળકોને અવકાશીય જ્ઞાનની પ્રાથમિક સમજ આપવા મોડલ્સ સહિતની એસ્ટ્રોનોમી લેબ મૂકવામાં આવી છે.આ સમગ્ર કામોનું લોકાર્પણ કાર્યક્રમ આજે શુક્રવારના રોજ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે તેમની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહજી પરમાર,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ,કજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિહજી પરમાર અને સનફાર્મા કંપની માંથી ભદ્રેશભાઈ પટેલ, પ્રતિકભાઇ પંડ્યા,મયંકભાઇ ભગત તેમજ અન્ય મહાનુભાવો પદઅધિકારીઓ તથા શાળાના શિક્ષણ ગણ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!