MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૨૧ અને ૨૬ મે ના રોજ ૨ દિવસ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

 

MORBI:મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૨૧ અને ૨૬ મે ના રોજ ૨ દિવસ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

 

 

એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્યશ્રી દ્વારા અનુરોધ કરાયો

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે ‘કારકીર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મહેન્દ્રનગર- મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સ્કોલરશીપ અંગેની માહિતી તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્નો અંગે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)ના આચાર્યશ્રી દ્વારા દરેક વિદ્યાર્થી અને વાલીશ્રીને આ કાર્યક્રમમાં સમયસર હાજર રહીને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!