નવસારી જિલ્લાનું ગૌરવ:,તોરણીયા ડુંગર થી હિમાલય સુધીની આદિવાસી દિકરી કાજલની શાનદાર સફર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*ખેલમહાકુંભની વોલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગની વિવિધ કોમ્પીટીશનમાં પણ કાજલ ગોલ્ડ અને સિલ્વર મેડલ ધરાવે છે.*

સંપૂર્ણ ભારત માંથી સિલેક્ટેડ ટીમ તૈયાર થઈ હતી. જેમાં શારીરિક કસોટીનું માપન સાથે સાથે ટેસ્ટ માં 5 કિલોમીટર દૌડ, ક્લાઈમ્બિંગ, રેપ્લિન, મૌખિક પ્રશ્નોત્તરી અને ફાઇનલ સિલેક્શનમાં પાસ થઈ ટોપ ટેનમાં કાજલને સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ટીમમાં સામેલ થતા હિમાલયના લેહ – લદાખ ખાતે 1 ઓગસ્ટે થી 25 ઓગસ્ટ સુધી પ્રયાણ કરી જેમાં લદાખ, મેન્ટોક –કાંગરી જેવા અતિ દુર્ગમ અને બરફના ચાદરો થી ઢંકાયેલા ટફ રૂટ 1, 2 અને 3 આરોહણ અને અવરોહણ સફળ રીતે પૂર્ણ કર્યું હતું.
આ આદિવાસી દીકરીએ યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદાના માર્ગદર્શન હેઠળ તોરણીયા ડુંગર થી શરૂઆત કરી છેક હિમાલય સુધીની તમામ શિખરોને ખૂંદી વળી છે. હાલમાં જ મેન્ટોક કાંગરી (6250 મીટર) લદ્દાખમાં અભિયાનોની વાત કરતા જણાવ્યું હતું કે, વિશાળ ત્સો મોરીરી તળાવની પશ્ચિમ બાજુએ આવેલું આ શિખર કોર્ઝોક ગામમાંથી 3-4 દિવસમાં ચઢી શકાય છે. સમિટ માંથી તળાવની આજુબાજુના ચામસેર અને લંગસેર કાંગરી, ચાંગથાંગ ઉચ્ચપ્રદેશ અને દૂરના તિબેટના અદ્ભુત દૃશ્યો છે. સારા અનુકૂલન માટે, રુમ્ત્સે થી ત્સો મોરીરી ટ્રેક, હેમિસ થી ત્સો મોરીરી ટ્રેક અથવા ઝંસ્કર થી ત્સો મોરીરી ટ્રેક સાથે ચઢાણને જોડવાનું શ્રેષ્ઠ જણાય છે.
આટલુ જ નહી રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજ્ય સ્તરે ખેલમહાકુંભ-૨૦૨૪ ક્લાઇમ્બિગ વોલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ કોમ્પીટીશન માં, સ્પીડ ક્લાઇમ્બિંગ, લીડ ક્લાઇમ્બિંગ અને બોલ્ડર ક્લાઇમ્બિંગ એમ 3 પ્રકારની રમતમાં પણ કાજલ માહલાએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવ્યું છે.
કાજલના આ વિશેષ એચિમેન્ટ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોડીયા તથા જિલ્લા રમત ગમત અધિકાર શ્રીઅલ્પેશ પટેલ તથા તેમના ઉજ્જવળ કાર્ય માટે ડૉ.વિજય પટેલ,સફળ ટ્રેકર ( SOS) 7567973241યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા અને કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા તેમજ સંપૂર્ણ ટીમ મેમ્બર દ્વારા આ દિકરી જીવનમાં ઉતારો ઉત્તર પ્રગતિ માટે તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.




