કાંકરેજ તાલુકામાં શ્રી ભદ્રેવાડી પ્રા.શાળા અને પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના શ્રી ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા છેલ્લા ૨ વર્ષથી સેવા આપતાં રૂગનાથપુરાના હાલ પાટણ ખાતે રહેતા પ્રજાપતિ કલ્પનાબેન દિનેશકુમાર (ખાખલેચા) ને શાળાના આચાર્ય ગોપાલભાઈ જોષી,સી આર.સી. ભરતભાઈ શર્મા અને પીએમશ્રી થરા અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ માં શિક્ષક તરીકે સેવા આપતાં નાથપુરાના અને થરા ખાતે રહેતા પ્રજાપતિ બાબુભાઈ સગરામભાઈ (થરેચા) ને થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ ના વરદ હસ્તે સ્વતંત્રતા દિવસની ૭૯ માં વર્ષગાંઠ ના દિવસે બંને કર્મચારીઓને શિક્ષણ વિભાગ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૫-૨૬ આપી સન્માનિત કરતા શિક્ષક વર્ગ તેમજ પ્રજાપતિ સમાજના સગા સ્નેહજનો રૂબરૂ તથા ફોન દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે. પ્રતિભાશાળી શિક્ષકના પ્રમાણપત્ર મળતા પ્રજાપતિ સમાજમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530