GUJARATJUNAGADH

જૂનાગઢ વરસાદ પ્રભાવિત વંથલી તાલુકામાં વિજ પ્રવાહ રાબેતા મુજબ કરવા પીજીવીસીએલ અને જેટકોની ટીમો કાર્યરત

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં હવામાન ખાતાની આગહીને ધ્યાને લઇને વહીવટી તંત્ર સજાગ રહ્યુ હતુ. વરસાદનાં વહેતા નીર અને ઉપરવાસનાં ભારે વરસાદનાં પાણી જૂનાગઢનાં ઘેડ વિસ્તારમાં પહોંચે એ સમયે વિજ પ્રવહન નિયમિત જળવાઇ રહે એ દિશામાં પીજીવીસીએલ અને જેટકોની ટીમ ખડેપગે તૈનાત રહી ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં રાબેતા મુજબ વિજપુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી હાથ ધરી હતી અને લોકોને કોઇ અવરોધ ના થાય તે દિશામાં કાર્યરત રહી હતી. તંત્રની સુઝબુઝ અને કર્મયોગીઓની મહેનતનાં કરાણે સમગ્ર જૂનાગઢ જિલ્લ્લામાં મહદઅંશે વિજ નિયમન સાતત્ય પુર્ણ અત્યાર સુધી જાળવવામાં તંત્ર કાર્યકરી રહ્યુ છે.

Back to top button
error: Content is protected !!