વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
સંકલિત બાળવિકાસ યોજનાના પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઘટક કક્ષાની ટેક હોમ રાશન (T.H.R.) અને મિલેટ્સ (શ્રીઅન્ન)માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ધારાસભ્ય દ્વારા મિલેટ્સ અને T.H.R. દ્વારા મળતા પોષણ, સ્થૂળતા અંગે જાગૃતિ, બાળકોના પ્રારંભિક પોષણમાં પુરુષોની સહભાગિતા અને “વોકલ ફોર લોકલ” જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘટક કક્ષાના મિલેટ્સના ૩ અને T.H.R. ના ૩ વિજેતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સુત્રસંચાલન યામિનીબેન પટેલે કર્યું અને આભાર વિધિ બાળ વિકાસ યોજના અધિકારી શારદાબેન ધુળમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રાકેશભાઈ પટેલ, ભૂતપૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, મહામંત્રી સમીરભાઈ પટેલ, DySP ગોહિલ સાહેબ, આયુર્વેદિક ચિકિત્સક નટવરલાલ પુરોહિત, પોષણ તજજ્ઞ ભાવિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.