
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ ધ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ ધ્વારા દર વર્ષની જેમ નવીન વર્ષમાં સમાજ ધ્વારા તેજસ્વી તારલા નો સન્માન સમારોહ નવાગામ ખાતે આવેલ શ્રી કંટાળુ હનુમાજી મંદિર ખાતે યોજાઇ ગયો જેમાં ઇસરી, નવાગામ,જીતપુર,પટેલ છાપરા, રખાપુર,તરકવાડા,પુજાપુર,ગોઢા, કસાણા,રેલ્લાવાડા,ગામના શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ સરકારી નોકરી ક્ષેત્રે નામના મેળવનાર અને પશુપાલ વ્યવસાય સાથે જોડાયેલ પશુ પાલકોના સન્માન અર્થે એ સમાજ ધ્વારા સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં સમાવિષ્ટ વિવિધ ગામના વડીલો,યુવાનો,મહિલાઓ,બાળાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઊંચ અભ્યાસ અર્થ એ નંબર મેળવનાર ને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન નિમિતે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પી એસ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સાથે સૌ પ્રથમવાર કાર્યક્રમમાં ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ પટેલ મોતીભાઇ કુરાભાઈ પટેલ, મંત્રી કનુભાઈ જીવાભાઈ તેમજ ઉપપ્રમુખ, કારોબારી કમિટીના સભ્યો, લગ્ન સમિતિની કારોબારી સહિત આજુબાજુના ગામડાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંતે આભારવિધિ સી કે પટેલ ધ્વારા કરવામાં આવી હતી. અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.






