કાંકરેજ તાલુકાના થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં “વિશ્વ યોગ દિન” ની ઉજવણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં "વિશ્વ યોગ દિન" ની ઉજવણી કરવામાં આવી.
થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં “વિશ્વ યોગ દિન” ની ઉજવણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાબુલાલ ગુજરીયા કોમર્સ કોલેજ થરા માં ૨૧ મી જૂન ૨૦૨૫ ના રોજ કોલેજના પ્રિ.ડૉ. દિનેશકુમાર એસ.ચારણના અધ્યક્ષ સ્થાને “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એવી “યોગ વિદ્યા”ને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ ૨૧ મી જૂને “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ૨૧ મી જૂન શનિવારે સવારે ૭ થી ૮ લાક સુધી યોગ માસ્ટર ટ્રેનર દ્વારા વિવિધ યોગાસનો પ્રાણાયામ કપાલભાતિ વગેરે કરાવ્યું હતું. કોલેજના પ્રિ.ડો.દિનેશકુમાર એસ.ચારણે મહાન ઋષિ પતંજલિ,શ્રીમદ ભગવત ગીતા અને અન્ય યોગ આચાર્યોને યાદ કરી જીવનમાં યોગનું શું મહત્વ છે ? વગેરે બાબતોને ધ્યાનમાં રાખી વૈવિધ્યપૂર્ણ માહિતી સભર પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. એન. સી.સી. વિભાગના વડા લેફ્ટનલ કર્નલ ડો.ગોવિંદભાઈ કે મુંધવા (ભરવાડ),એન.એસ. એસ. વિભાગના કો.ઓર્ડીનેટર ડો. ગૌરંગભાઈ એ.શ્રીમાળી,ડો.રામ બી.સોલંકી એ કોલેજના તમામ વિદ્યાર્થીઓને એકત્રિત કરી “યોગ અને શિસ્ત”ના સંદર્ભે વિવિધતા પૂર્ણ વાત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના પ્રિ.ડો.ડી.એસ ચારણે સમગ્ર અધ્યાપક ગણ વહીવટી વિભાગના તમામ કર્મચારીઓ તથા કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રસ પૂર્વક ભાગ લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી અને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530