ATS ટીમે નવસારી માંથી ટેલરિંગ કામ કરતો આતંકી ફૈઝાન શેખ ને ગોળા બારુદ અને હથિયાર સાથે ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરમાં ટેલરિંગનું કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આતંકી સંગઠન સાથે જોડાયેલો ફૈઝાન શેખને એટીએસ ની ટીમે દબોચી લીધો…પ્રાપ્ત અહેવાલ મુજબ આતંકી સંગઠન સાથે ચેડા જોડાયેલ ફૈઝાન શેખ કોઈ મોટી આંતકવાદી ઘટનાને અંજામ આપે તે પેહલા જ ગુજરાત એટીએસ ની ટીમે દબોચી લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના આતંકી સંગઠન સાથે સંપર્કમાં આવેલો આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો રહેવાસી છે. ફૈઝાન શેખ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા છે. હથિયાર અને ગોળા બારુદ ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનો ATSની તપાસમાં સામે આવ્યો હોવાના અહેવાલ છે. આ આતંકી ઘટનાને અંજામ આપવા માટે ફૈઝાન શેખે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવી લીધા હતા. જે ગુજરાત ATS ની કબજે કરી આ ગોળા બારુદ ક્યાંથી મેળવ્યા અને કઈ જગ્યાએ ઘટનાને અંજામ આપવાના હતા તેમજ આ ષડયંત્રમાં અન્ય કોણ કોણ સામેલ છે. તેની તપાસ હાથ ધરી છે.




