દાહોદ તક્ષશિલા સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે થેલેસેમિયા સ્ક્રિનિંગ તથા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૦૯.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તક્ષશિલા સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે થેલેસેમિયા સ્ક્રિનિંગ તથા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે દાહોદ ખાતે તક્ષશિલા સ્કૂલ ઓફ નર્સિંગ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે થેલેસેમિયા સ્ક્રિનિંગ તથા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા થેલેસેમિયા સ્ક્રિનિંગ રાજ્ય રેડક્રોસ ની ટીમએ એ કર્યું હતું જ્યારે ડેન્ટલ ચેકઅપ માટે દાહોદ રેડ ક્રોસ ના ડેન્ટલ વિભાગના ડેન્ટિસ્ટ ડોક્ટર વૈશાલીબેન શાહ દ્વારા દાંત અંગે વિદ્યાર્થી અને ફેકલ્ટીને સમજ આપી ચેકઅપ કરવામાં આવ્યું હતું તક્ષશિલા નર્સિંગ શાળાના ટ્રસ્ટી એચ પી ના ગોતા રેડક્રોસ સોસાયટીના ખજાનચી જવાહરભાઈ શાહ રેડક્રોસના રાજ્ય પ્રતિનિધિ સાબીર શેખ દ્વારા પ્રસંગ અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું નર્સિંગ શાળાના આચાર્ય એચ આર ક્રિશ્ચન તેમજ ફેકેલ્ટી સ્ટાફ કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહેમત ઉઠાવી હતી આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન એચ આર ક્રિશ્ચન દ્વારા કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટીના સહમંત્રી એન કે પરમાર તેમજ ફેકલ્ટી નો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનો ઉપસ્થિત રહ્યા હતા





