શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડગામમાં થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરાયું

24 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સંચાલિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વડગામ ખાતે તા. 24- 12 -24 ને મંગળવારના રોજ કોલેજના એન.એસ.એસ (NSS)વિભાગ દ્વારા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પ્રિન્સિપાલ એલ. વી. ગોળના માર્ગદર્શન અને પ્રોગ્રામ ઓફિસર ડો. ભારમલભાઈ પી.કણબીના આયોજન હેઠળ થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના કેમ્પ ઇન્ચાર્જ શ્રી જયંતીભાઈ વાળંદ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા વિશે માહિતી આપીને જાગૃત કર્યા હતા. ત્યારબાદ કોલેજના બી.એ અને બી.કોમ ના વિદ્યાર્થીઓનો લોહીનો નમૂનો લઇ થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નવા પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ની ગંભીરતા વિશે માહિતી આપી તેનું પરીક્ષણ કરાવી કોલેજના એન.એસ.એસ વિભાગ સેવાનું સુંદર કાર્ય કરે છે.



