નવસારી આઇ.ટી.આઇ.માં ૫૫૬ જેટલી વિવિધ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૯: ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી (મ) ખાતે ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં પ્રથમ રાઉન્ડમાં ફીટર-૪૦, વાયરમેન-૪૦, ઈલેક્ટ્રીશીયન-૨૦, કોમ્પ્યુટર ઓપરેટર-૧૨૦, વેલ્ડર-90, સોલાર ટેકનીશીયન-૪૦, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર-૪૮, કોસ્મેટોલોજી-૪૮ સુઈંગ ટેકનોલોજી-૪૦, ફેશન ડીઝાઈન ટેકનોલોજી – ૪૦ અને સ્ટેનો ગુજરાતી – ૬૦ મળી કુલ ૫૫૬ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે આગામી તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. આથી પ્રવેશવાલ્લુંક ઉમેદવારો ઉક્ત સંસ્થા ખાતેથી અથવા ઇન્ટરનેટના માધ્યમથી ઓનઆઇન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in ઉપરથી ભરી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી(મ),જીલ્લા સેવા સદનની પાછળ,કાલીયાવાડી નવસારી-૩૯૬૪૪૫ ની રૂબરૂ મુલાકાત લેવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી દ્વારા જણાવાયું છે.




